________________
૨૪૨
સુરસુંદરી ચરિત્ર એમ તે કહેતું હતું, તેટલામાં મેં તે વીંટી તેને લાવીને આપી. એટલે તરતજ તેણે તે મણિનું પાણી તને વિધિપૂર્વક પાયું, તેથી હે સુતનુ! તું કંઈક સ્વસ્થ દશામાં આવી.
ત્યારપછી એની આગળ હું ચિત્રપટનું અવલોકન વિગેરે તારૂ સર્વ વૃત્તાંત કહેતી હતી, તેટલામાં હું સુર સુંદરી! તું સારી રીતે સ્વસ્થ થઈ ગઈ.
તે જે મને પૂછયું, તેને સર્વ ઉત્તર મેં તને કહ્યો. માટે હે સુરસુંદરી ! તારૂં ધારેલું સર્વ કાર્ય સિદ્ધ થયું. અથવા દૈવ જે અનુકૂલ હોય તે તે દ્વીપ તરમાં રહેલાને પણ સમુદ્રના મધ્યમાંથી અથવા દૂર દેશમાંથી પણ લાવીને આ લોકમાં સમાગમ કરાવે છે.
કહ્યું છે કે, દેવગતિ બલવાનું છે. ક્ષણમાં સુખ અને ક્ષણમાં દુઃખ આપવામાં તે સ્વતંત્રતા ભેગવે છે. જેમકે,
“હે મહાનુભાવ! આ સંસારચકની ઘટમાળને જોઈ પિતાના હૃદયમાં શાંતિ રાખવી, પરંતુ હું ધન વિનાને છું, એમ જાણું તારે ખેદ કરવો નહીં, તેમજ હું સંપત્તિઓથી પૂર્ણ છું, એમ જાણ આનંદ માનવે નહીં. કારણ કે
નિર્ધનને ધનવાન અને ધનવાનને ખાલી કરતાં દેવને બીલકુલ વિલંબ થતો નથી. અર્થાત દેવગતિ વિચિત્ર છે.