________________
સુરસુંદરી ચરિત્ર
૨૪૩ ત્યારપછી મેં પ્રિયંવદાને કહ્યું, હે પ્રિયસખી! તારું કહેવું સત્ય છે, પરંતુ મારું એક વચન તું સાંભળ. | મારા માટે મારા પિતા મોટા શત્રુના દુઃખમાં આવી પડયા છે. જો કે મને મારા પ્રિયનું દર્શન તે થયું. છતાં પણ હાલમાં મારું હૃદય બહુ શોકાતુર રહ્યા કરે છે.
કારણકે, હે પ્રિયસખી! તાતની પીડાને લીધે હજુપણ મારું શરીર સઘળું બળી જાય છે.
શત્રુજયરાજાના ભયથી પીડાતા એવા મારા પિતાનું જીવિત પણ હાલમાં સંશયિત થઈ રહ્યું છે. માટે મારી મંદ ભાગિણીનું દૈવ અનુકૂળ શી રીતે ગણાય?
એમ કહી, હે હસિકે! હું એકદમ શેકાતુર થઈને રૂદન કરવા લાગી. તેટલામાં દેવ પૂજનાદિક પિતાનું કાર્ય કરી તેને ભાઈ અમારી પાસે આવ્યો. મકરકેતુ રાજા
અમારી પાસે આવી તે બે, હે પ્રિયંવદે! આ તારી પ્રિય ભગિની કેમ રૂદન કરે છે?
તે સાંભળી પ્રિયંવદાએ મારા શોકનું સર્વ કારણ તેને જણાવ્યું.
ત્યાર પછી તેણે કહ્યું, હે સુંદરી! તું રૂદન કરીશ નહી. હાલમાં હું ત્યાં જઈને તારા પિતાના શત્રુને જરૂર ચમરાજાના સ્થાનમાં પહોંચાડી દઈશ.
હે સુંદરી! મારા જીવતાં છતાં તારા પિતાને પરાજય કરવા કે શક્તિમાન છે? માટે હાલમાં હું