________________
સુરસુંદરી ચરિત્ર
૨૪૧ એમ વિચાર કરી જેટલામાં તે તપાસ કરે છે, તેટલામાં તારા મુખમાં રહેલા વિષમય ફલને ટુકડો તેને જેવામાં આવ્યો.
તે ઉપરથી તેણે જાણ્યું;
અતિતીવ્ર એવા વિષવિકારને લીધે આ બાલા અચેતન થઈ ગઈ છે. માટે એને જલદી પિતાના સ્થાનમાં લઈ જઈને એનો ઉપાય હું કરું,
એમ વિચાર કરી, હે સુરસુંદરી! તે તને અહીં લાવ્યો અને પૂર્વોક્ત સર્વ વૃત્તાંત અને તેણે કહી સંભળાવ્યું.
ત્યારપછી એણે મને કહ્યું કે,
હે બહેન ! પિતાએ વિદ્યા પ્રદાનના સમયે જે વીંટી આપેલી છે, તેને જદી તું અહીં લાવ. તેની અંદર દિવ્ય મણિ રહેલું છે, તે એ અમૂલ્ય છે કે, જેના પ્રભાવથી સમગ્ર વિશ્વ વિકારાદિક દોષ નિમૂલ થાય છે.
એ સંબંધિ પ્રતીતિ અમને સાક્ષાત થયેલી છે. તેમાં પણ વિષ દોષને હરવામાં તે તેને વિશેષ મહિમા ગણવામાં આવેલ છે.
વળી વિદ્યાધરોના કુમારોને એણે કહ્યું, શ્રીનિંદ્રભગવાનની પૂજા સામગ્રીને જલદી તમે તૈયાર કરો. આ યુવતિને સ્વસ્થ કર્યા બાદ આપણે ભગવાનની પૂજા કરવાની છે. તેમજ તે વંશજાળમાં વિદ્યાધરને મેં ઘાત કરેલો છે, તેની વિશુદ્ધિ માટે શાંતિકર્મ કરવાનું છે, અને વિક્ત જય માટે કેટલાક મંત્રજાપ પણ મારે કરવાને છે. ભાગ–૨/૧૬