________________
સુરસુંદરી ચરિત્ર
૨૩૯
પરીક્ષા માટે એકદમ તેણે પ્રહાર કર્યો કે તરત જ તે વશજાલિકા કપાઈ ગઈ.
વિદ્યાધરના વધ
તેવામાં તે ઝાડીની અદર વિદ્યા સાધવા માટે બેઠેલા કાઇ એક વિદ્યાધરનું મસ્તક કપાઈ ગયેલુ. તેના જોવામાં આવ્યું.
જેના ડાબા હાથમાં સ્થુલ મૌક્તિકની માળા (જાપમાલા) ધારણ કરેલી હતી, તેમજ પેાતાના હૃદયમાં વિદ્યાના જાપ કરવાથી જેની ઇન્દ્રિયા રાકાઈ ગયેલી હતી. તેનાં નેત્રે પણ નાસિકા તરફ રાખેલાં હતાં. તેમજ જેનુ લક્ષ્ય વિદ્યા સાધવામાં જ કેવલ રહેલું હતુ, એવા તે વિદ્યાધરનું મસ્તક ત્યાં ભૂતલ ઉપર પડેલ જોઈ તેના મનમાં ત્રાસ ઉત્પન્ન થયા.
અરે ! આમે શું કર્યું? એમ ખેદાતુર થઇ તે તેની પાસે ગયા અને તપાસ કરતાં તેણે જાણ્યુ કે, આ તેજ મકરકેતુ ગંગાવત્ત નગરના અધિપતિ ગંધવાહન રાજાના પુત્ર છે.
અરે! પ્રમાદને લીધે આ બિચારા નિરપરાધીને મે* શા માટે માર્યા ?
મારા અજ્ઞાનપણાને ધિક્કાર છે, જેથી નિરર્થક આવું પાપ મારે સેવવુ' પડયું ?
આવાં પાપ કમ કરવાથી પ્રાણીએ કુતિમાં ચાલ્યાં નાય છે. શાસ્ત્રમાં પણ કહ્યુ છે કે,