________________
સુરસુંદરી ચરિત્ર
૨૩૭ પછી મેં પણ તેણીને પૂછ્યું, હે પ્રિયંવદે! તે સમયે મને ચિત્રપટ આપીને તું કયાં ગઈ હતી ? મારી પાસેથી ગયા બાદ તમે શું કાર્ય કર્યું? વળી વિષભક્ષણ કરી હું આ ભયંકર જગલમાં પડી હતી, ત્યાં તમારૂ આગમન કયાંથી થયું? અને અતિદારૂણ એવું આ મારા. શરીરમાં વ્યાપી ગયેલું વિષ તમે કેવી રીતે નિવૃત્ત કર્યું? - પ્રિયંવદા બેલી, હે સુરસુંદરી! ચિત્રપટ તમને આપીને હું ત્યાંથી ઉત્તમ એવા આ રત્નાદ્વીપમાં જલદી. આવી પહોંચી. પછી હું કેટલાક પોતાના પરિજન સાથે. રહેલા મકરકેતુની પાસે જઈને પોતાના ભાઈના સ્નેહ વડે કેટલાક દિવસ અહી રહી.
બાદ અહીં આવેલા મારા પિતાએ મને કહ્યું કે,
હે પુત્રી ! હાલમાં તું અહીં જ રહે ! અને મકરકેતુકુમારની સારવાર કરનારી પરિચારિકા થા. એમ કહી તેઓ પોતાના સ્થાનમાં ગયા.
પિતાની આજ્ઞામાં હું તૈયાર છું, એમ કહી હે સુતનુ! વિદ્યા સાધવામાં ઉદ્યક્ત થયેલા મારા ભાઈની પાસે આ દ્વીપમાં હું રહી. - મકરકેતુની વિદ્યાઓ સિદ્ધ થઈ, એ વાત મારા પિતાના જાણવામાં આવી એટલે કેટલાક વિદ્યાધરોને સાથે લઈ તેઓ અણહિનકમeત્સવ કરવા માટે ફરીથી આ દ્વીપમાં આવ્યા.