________________
૨૩૬
સુરસુંદરી ચરિત્ર તારી બેન છું અને સિદ્ધ કરી છેવિદ્યાઓ જેણે એવા આ મકરકેતુ નામે મારે ભાઈ છે.
એ પ્રમાણે પ્રિયંવદાનું વચન સાંભળી નકકી આ મારે પ્રિય પતિ છે, એમ જાણે મારા મનમાં બહુ જ હર્ષ થયે અને ભયથી કંપતું છે શરીર જેનું એવી હું સંકીર્ણ રસતરને અનુભવવા લાગી.
ત્યાર બાદ તે યુવાનના મેળામાંથી ઉઠીને એકદમ હું પ્રિયંવદાની પાસે જઈને બેઠી અને કટાક્ષાવડે હું તેને જોવા લાગી. તેમજ તેની દૃષ્ટિ મારી તરફ પડતી ન હતી, તેટલામાં ત્યાં આગળ એક વિદ્યાધર આવ્યું અને વિનયપૂર્વક તે કહેવા લાગે.
હે કુમારે દ્ર! શ્રી જિનેંદ્રભગવાનની પૂજાને સમય થયે છે, માટે આપ પધારો.
એમ તેનું વચન સાંભળી પ્રિયંવદાને મારી પાસે મૂકી કેટલાક પુરૂષને સાથે લઈ તે કુમાર શ્રી જિનેભગવાનના મંદિરમાં ગયો.
બાદ પ્રિયંવદાએ મને પૂછયું.
હે સુતનુ ! ભૂચર મનુષ્યોને અતિ દુર્ગમ એવા આ રત્નદ્વિપમાં તું કેવી રીતે આવી ? વળી આ વિષફલનું -ભક્ષણ કરીને આવા ભયંકર કષ્ટમાં તું શા માટે પડી?
આ પ્રમાણે તેનાં વચન સાંભળી મેં મારું પૂર્વોક્ત સર્વવૃત્તાંત તેને સવિસ્તર કહી સંભળાવ્યું.