________________
૨૩૪
સુરસુંદરી ચરિત્ર ત્યારપછી મારૂં જે કંઈપણ થયું હોય તે હું કિંચિત માત્ર પણ જાણતી નથી.
કેટલાક સમય વ્યતીત થયા બાદ, અમૃત સમાન શાંતિદાયક એવા કેઈ તરુણના ઉલ્લંગ (ાળા)માં રહેલે. મેં મારા દેહને જોયો.
વળી તે યુવાન પુરૂષ વિષને દૂર કરવામાં શક્તિવાળું જળ મને પાતે હતું,
સુકેમલ હસ્તવડે તે પોતે જ મારા અંગેનું મર્દન કરતું હતું,
તેમજ તે મંત્રેલા જળનું મારા શરીરે સિંચન કરતું હતું,
તેમજ મારી પ્રિયસખી પ્રિયંવદા હાથમાં પાણીથી. પલાળેલે વીંઝણે લઈ ઠંડો પવન નાખતી હતી.
પિતાના મુખેથી તે પોતાના ભાઈની આગળ લાંબા. વખતથી જોયેલું એવું ચિત્રપટાદિકના અવલોકન પર્યતનું સર્વ મારું વૃત્તાંત કહેતી હતી.
તેમજ તે પુરૂષ પણ હર્ષ વડે રોમાંચને ધારણ કરતે છતે, તે વાત સાંભળવામાં બહુ રસિક બન્યો હતે.
આવી અવસ્થામાં પડેલા મારા આત્માને જોઈ હું કંઈક તેઓની સારવારથી સચેતન થઈ.
વળી મારી વિષવેદના પણ ધીમે ધીમે ક્ષીણ થઈ ગઈ. બાદ હું સ્વસ્થદશામાં આવી એટલે જાગ્રત થઈ વિચાર કરવા લાગી કે;