________________
સુરસુંદરી ચરિત્ર
૨૩૩ એવા અતિ ઉન્નત તે વિષવૃક્ષને જોઈ બહુ દુખેથી પીડાયેલી એવી હું તે સમયે મરવા માટે તૈયાર થઈ ગઈ અને મારા મનમાં વિચાર થયે.
પ્રિય, બંધુ, માતા અને પિતાના વિરહવાળી અધન્ય એવી હું એકલી અહીં શું કરીશ ?
મારૂં જીવન દુવને લીધે બહુ જ દુઃખી થઈ પડયું છે, એમ ચિંતવન કરતી હું તે વૃક્ષની પાસમાં ગઈ
હે પ્રિયસખી હેસિની!
તે વિષવૃક્ષનું ફલ લઈ મેં તરત જ મારા મુખમાં મૂકી દીધું અને ફરીથી આવી પીડા મને જન્માંતરમાં પણ મા થાઓ ! " એમ કહીને શેક સહિત ક્ષણ માત્ર હું ત્યાં બેઠી, એટલામાં મહાન વિષ મારા શરીરમાં વ્યાપી ગયું. જેની વેદનાથી એકદમ હું પૃથ્વી ઉપર પડી ગઈ. વિષ મૂચ્છ
વનની અંદર રહેલાં વૃક્ષે જાણે ભ્રમણ કરતાં હોયને શું? સમસ્ત ભૂમંડળ જાણે ઉદ્વર્તન કરતું હેયને શું ? સર્વ શરીરના સાંધાઓ વિચ્છિન્ન થતા હેયને શું ? તેમ મારાં દરેક અંગો તુટવા લાગ્યાં.
બાદ હે ભદ્રે ! તે સમયે એટલી બધી પીડા વધી પડી કે, જેનું મુખેથી વર્ણન પણ કરી શકાય નહીં, એવી બહુ દુઃખી અવસ્થામાં હું આવી પડી.