________________
૨૩૨
સુરસુંદરી ચરિત્ર વિષ વૃક્ષ
એ પ્રમાણે મને આજ્ઞા કરી તે વિદ્યાધર વંશઝાડીમાં ચાલ્યા ગયે.
બાદ હું પણ એકલી ત્યાં બહુ શેકાતુર થઈ ગઈ.
હવે મારે શું કરવું? કયાં જવું? વિગેરે કાર્યમાં હું વિચાર મૂઢ બની ગઈ. શરણ વિનાની હું એકલી ભયભીત થઈ કંપવા લાગી.
પિતાના ટોળામાંથી ભ્રષ્ટ થયેલી મૃગલીની માફક ચંચલ દષ્ટિએ હું ચારે તરફ દિશાઓનું અવલોકન કરવા લાગી.
અશ્રુજલવડે નેત્રે ભરાઈ ગયાં અને રૂદ્ધ કંઠે હું રૂદન કરતી બેઠી હતી. તેટલામાં ત્યાં નજીક ભાગમાં રહેલો બહુશાખાઓથી ભરપુર અને વિશાલ એવો એક વૃક્ષ મારા જેવામાં આવ્યો.
પવનથી કંપતા એવા ફલેના ભારવડે નમી ગયેલી લતાઓના સમૂહથી વ્યાપ્ત, મને હર ફલવડે વિભૂષિત, ચારે તરફ સુગંધને પ્રસરાવત,
અતિશય પત્રને લીધે ગાઢ છાયાવાળો,
જેનાં ફલ ખાવાથી નીચે પડી ગયેલા પ્રાણીઓના સમૂહોએ કરેલા મંદ શબ્દો વડે વાચાલિત,
નીચે પડતા, શ્વાસ લેતા, તરફડતા અને મરી ગયેલા પક્ષીઓ વડે વ્યાપ્ત છે નીચેનો ભાગ જેને અને દરેક પ્રાણીઓને સંહાર કરનાર જાણે મૃત્યુ હોયને શું ?