________________
૨૩૦
સુરસુંદરી ચરિત્ર
પ્રમાણે વર્તનાર એવા પિતાના ચાકરની સેવાને અમે કેવી રીતે કરી શકીએ?
- ત્યાર પછી પિતાએ કહ્યું, વિવેકી પુરૂષોને તે એમ કરવું તે જ ઉચિત છે. એમ કહી પિતાના પુત્ર સહિત ગંધવાહન રાજા તે સમયને ઉચિત કાર્ય કરીને સુર વાહન કેવલી ભગવાનની પાસે નિર્મળ ચારિત્ર લઈ યથાવિધ પાળીને કમને ક્ષય કરી અન્ત સમયે અંતકૃત કેવલી થયા. રાજ્યાભિષેક
વિદ્યાધરને ચકવતી તે ચિત્રવેગ તેજ પિતાને નગરમાં રહીને રાજ્ય ચલાવવા લાગ્યો અને પોતાના દેશનો એક ખંડ મને આપીને મારો પણ રાજ્યાભિષેક તેણે કર્યો.
પછી કેટલોક સમય વ્યતીત થયા બાદ કેઈક કાર્યને લીધે પ્રભાતકાળમાં હું એકાકી રત્નદ્વીપમાં જવા માટે પિતાના નગરમાંથી નીકળ્યો.
આકાશમાર્ગે હું ચાલતો હતો, તેવામાં તે સુંદરી હવેલીના ઉપરના ભાગમાં સુતેલી તું મારી દષ્ટિગોચર થઈ. જેથી હું કામદેવના બાણાને સ્વાધીન થઈ ગયે, અને એકદમ મેં તારૂં હરણ કર્યું છે.
હે સુંદરી! હવે તું રૂદન કરીશ નહીં. મારા પ્રાણની પણ તું રવામિની છે અને આ વૈતાઢય પર્વતને વિષે મારી સાથે અનેક પ્રકારના ભેગ વિલાસ તું કર.