________________
૨૨૮
સુરસુંદરી ચરિત્ર કર્મોને પરિણામ બહુ વિચિત્ર પ્રકારનો હોય છે. ઈદ્રિયોને સમૂહ પણ અતિશય ચંચળ હોય છે.
આ દુનિયાની અંદર રાગ અને દ્વેષ બહુ દુર્જય થઈ પડયા છે. તે ચિત્તની સ્થિરતા કિચિત્ માત્ર પણ જોવામાં આવતી નથી.
કામાદિક વિષય પણ કિં પાકના ફલસમાન દુઃખદાયક હોય છે.
પ્રિયવસ્તુને વિગ પણ અતિ સહ થઈ પડે છે.
કામક્રીડાને વિલાસ પરિણામમાં અતિશય વિષમ દુઃખદાયક થઈ પડે છે.
યૌવનના મદમાં સેવન કરાતી યુવતિએ નરક નગરના માર્ગ સમાન કહેલી છે.
કુશ (દર્ભ) અને સૂચિ (સેય)ના અગ્રભાગમાં રહેલા અને પવનથી હણાયેલા જળબિંદુની માફક પ્રાણીઓનું જીવિત અત્યંત અસ્થિર કહેલું છે.
આ દુનિયામાં સર્વ પ્રાણીઓને સામાન્યપણે મરણ તે રહેલું જ છે. તેમાં પણ કેટલાક જીવે પરસ્પર એકબીજાને છેતરવામાં ઉઘુક્ત હોય છે.
દુષ્ટ એવા લોભાદિક કષાયો વડે લોકેને કોઈપણ પ્રકારની શાંતિ હતી નથી.
ગૃહવાસ કેવલ અશુભ ફલથી ભરેલો છે. વળી મનુષ્યભવ પામવે, તે પણ બહુ દુર્લભ છે.