________________
સુરસુંદરી ચરિત્ર
૨૨૯ ધર્મકાર્યમાં બુદ્ધિ રાખવી, તે પણ બહુ કઠિન છે. રાત્રી અને દિવસને સમય બહુ વિદ્ગોથી ભરેલો છે.
આ જગતમાં સર્વને લોભાવનારી લક્ષમી પણ સ્વભાવથી ચંચળ છે. લોકેની અંદર રહેલો પ્રેમભાવ સ્વમ સમાન ગણેલે છે.
આ જીવલોકની અંદર આયંક્ષેત્રાદિક સંપદાઓની પ્રાપ્તિ અતિ દુર્લભ હોય છે. તેમાં વળી અજ્ઞાનદશા તો અતિદારૂણ કષ્ટદાયક થાય છે. - મિથ્યાત્વથી વિમૂઢ થયેલા જીવોની સ્થિતિ બહુ અધમ પ્રકારની થઈ પડે છે.
દરેક પદાર્થોની સ્થિતિ દરેક સમયે એક સરખી રહેતી નથી.
ધર્મકાર્યમાં અતિનિંદિત એ પ્રમાદભાવ જાગ્રત રહે છે.
શરીરનું સામર્થ્ય ક્ષીણ થાય છે. તેમજ પ્રાણીઓનું આયુષ્ય પણ બહુ થોડું હોય છે.
અધિક શું કહેવું? નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ, એ ચારે યોનિમાં અત્યંત દુસહ દુઃખોથી પીડાયેલા પ્રાણીઓનું શરણુ શ્રીજૈનધર્મ સિવાય બીજું કંઈ નથી. માટે હું પિતાની પાસે જઈ મારો મનુષ્ય ભવ સફલ કરૂં.
નર્ભવાહન રાજાએ પણ કહ્યું.
હું પણ પિતાના માર્ગને અનુસરીશ. કારણ કે, આજ સુધી મેં સ્વામીપણું ભગવ્યું છે, અને હવે આજ્ઞા