________________
સુરસુંદરી ચરિત્ર
૨૩૧ એ પ્રમાણે તેનું વચન સાંભળી વજથી હણાયેલીની માફક હું અત્યંત દુઃખી થઈ ગઈ અને વિચાર કરવા લાગી કે, મારા પાપના વિસ્તારને ધિકકાર છે.
મારા માટે મારા પિતા પણ મોટા શત્રુની દુરંત આપત્તિમાં આવી પડયા છે. તેમજ મારે રાગ અન્ય પુરૂષ ઉપર હતા, છતાં પણ આ પાપિષ્ઠ મને હરણ કરીને અહીં લાવ્યો છે. મારા જીવિતને વારંવાર વિકાર છે.
પિતાને બહુ દુઃખ થયું તેમજ મારા પ્રિય પતિને લાભ પણ મને થયે નહીં.
જે શત્રુંજય રાજાની સાથે મને પરણાવી હતી તે પિતાને પણ આટલું દુઃખ આવત નહીં. અથવા તે મારા મને ભીષ્ટ સ્વામીના લાભવડે હું સુખી થઈશ.
પરંતુ હાલમાં આ મારા પાપની પરિણતિને લીધે એક પણ કાર્ય સિદ્ધ થયું નહિ.
એમ હું ચિંતવન કરતી હતી, તેટલામાં તેણે મને કહ્યું,
હે સુંદરી ! તું હાલમાં અહીં રહેજે. મેં પ્રથમ પ્રજ્ઞપ્તિવિદ્યાની પૂર્વસેવાને પ્રારંભ કર્યો છે, તેના એક હજાર જાપ કરવાના છે, તેથી હું આ નજીકમાં રહેલી વાંસની ઝાડીમાં જઈ તે જાપ પૂર્ણ કરી જલદી અહીં પાછે આવું છું. ત્યાં સુધી તારે અહીંથી કયાંય પણ જવું નહીં.