________________
૨૩૫.
સુરસુંદરી ચરિત્ર હે હંસિકે ! ખરેખર આ શું મને સ્વપ્ન આવ્યું હશે ? એમ હું વિતર્ક કરતી હતી, તેટલામાં મારા નેત્ર ઉઘડી ગયાં અને મેં જોયું તો કામદેવસમાન તેજસ્વી એક તરૂણપુરૂષ મારા જેવામાં આવ્યા. તરૂણ રાજકુમાર
જાણે મારા હૃદયમાંથી નીકળેલો હોયને શું? તેમ તે ચિત્રપટમાં રહેલા કુમારને અનુસરતા યુવાનને જોઈ મને વિચાર થયે.
શું આ તે ઈદ્રજાળ હશે? અથવા મારે જન્માંતર થયે? અથવા શું આ સ્વપ્ન હશે?
મારી બુદ્ધિને ભ્રમ થયે હશે? અથવા શું આ સત્ય વાત જ હશે? અથવા આ સત્ય બીના તે નહી જ હેય?
મારૂં એટલું પુણ્ય કયાંથી હોય;
તે મારા મનોવાંચ્છિત સ્વામીનું આ મારા નેત્રો વડે દર્શન થાય ! વળી તેના ખેાળામાં મારે સ્પર્શ થયે. હોય તે બાબતને સંભવ અહી ક્યાંથી હોય ? પ્રિયંવદાને મેળાપ
એમ હું વિચાર કરતી હતી, તેટલામાં પ્રિયવંદાએ. મને બોલાવી,
હે સુરસુંદરી! હજુ સુધી પણ ઉદ્વિગ્નની માફક તું શું જોઈ રહી છે?
આ રત્ન દ્વીપ નામે દ્વીપ છે. હું પ્રિયંવદા નામની