________________
૨૪૦
-
~
સુરસુંદરી ચરિત્ર જે પુરૂષ પિતાના પ્રમાદને વશ થઈ બંધુઓના ઉદ્ધાર માટે અથવા પોતાના શરીર માટે જે કંઈ પાપ ઉપાર્જન કરે છે, તજજન્ય સર્વ અનિષ્ટફળને તે એકલો જ પરાધીન થઈને નરકાદિક સ્થાનમાં ભેગવે છે.
એ પ્રમાણે વિચાર કરતે અને વારંવાર પિતાને નિંદતે તે કુમાર ખિન્ન થઈ કેટલાંક ડગલાં આગળ. ચાલ્યો. તેટલામાં તેનું દક્ષિણ નેત્ર ફરકવા લાગ્યું. તે જોઈ તેના મનમાં તે વિચાર કરવા લાગ્યો.
હું માનું છું, મને કેઈપણ પ્રિયવસ્તુને આજે લાભ થવો જોઈએ.”
એમ ચિંતવને તે કુમાર વિષવૃક્ષની નીચે આવ્યા અને ત્યાં પડેલી તું તેને જોવામાં આવી.
હે સુંદરી! લાવણ્યથી ભરપુર એવા સર્વ અવયને ધારણ કરતી અને ચંદ્રલેખાની માફક જનેના મનને આનંદ આપતી એવી તને જોઈ કુમારનું શરીર જાણે અમૃતથી સિંચાઈ ગયું હેયને શું ? તેમ તે આનંદિત થઈ ગયો. સુરસુંદરીનું જીવન
અરે! આ યુવતી મરી ગએલી છે, છતાં પણ મારા હૃદયને આટલે અનહદ આનંદ કેમ આપે છે? નવીન યૌવનથી વિભૂષિત આ યુવતિ મારી અને વલ્લભા હોય તેમ લાગે છે. એની હું તપાસ તે કરું કે, મરી ગઈ છે? અથવા તે જીવે છે?