________________
સુરસુંદરી ચરિત્ર
૨૨૭.
શાસ્ત્રમાં પણ કહ્યું છે કે,
સંસારરૂપી સમુદ્રમાં જહાજ સમાન એવા ગુરુ મહારાજ પ્રાણીઓના કુબેધને દૂર કરે છે.
તેમજ શાસ્ત્રોના અર્થને બંધ કરે છે.
સુગતિ (વર્ગાદિક) કુગતિ (નરકાદિક)ના માગરૂપ પુણ્ય અને પાપને ભેદ સ્પષ્ટ રીતે સમજાવે છે.
તેમજ કૃત્ય અને અકૃત્યના વિભાગને બાધ આપે છે. એવા તે સદગુરુ વિના અન્ય કેઈ આ દુનિયામાં તારક છે જ નહીં. તે ગુરુ કેવા હોય છે, તેનું લક્ષણ પણ શાસ્ત્રમાં દર્શાવેલું છે. જેમ કે,
આ ભવાટવીમાં વર્તમાન હોવા છતાં જેમની પ્રવૃત્તિ કેવલ નિર્દોષ માર્ગમાં જ હોય છે.
પિતે નિઃસ્પૃહ છતાં અન્ય મનુષ્યને ધર્મમાર્ગમાં પ્રવર્તાવે છે.
જે પિતે ભવસાગરને તરતા છતા અન્યને તારવાને સમર્થ હોય, તેવા ગુરુની જ પિતાનું હિત ઈચ્છનાર પુરૂષ સેવા કરવી જોઈએ. કારણ કે, તે સિવાય કર્મવૈરીને ભય દૂર થવાને નથી. અસાર સંસાર
આ સંસારમાં વસ્તુતઃ કોઈપણ સારમય પદાર્થ દેખાતે નથી.
નરકસ્થાનમાં અતિ દારૂણ અને ઘેર એવી દુઃસહ વેદનાઓ ભરેલી છે.