________________
સુરસુંદરી ચરિત્ર
૨૨૫ અશ્રુધારાઓથી મારા ગંડસ્થલ ભીંજાઈ ગયાં અને ભયથી ધ્રુજતી મને જોઈ તે કહેવા લાગ્યા. | હે સુતનુ ! તું ભૂતપિશાચની શંકા ધારીને મારાથી શા માટે બીએ છે? | હે મૃગાક્ષી! જે કાર્યને લીધે મેં તારૂં હરણ કર્યું છે, તે સંબધી મારૂં વૃત્તાંત તું સાંભળ. શ્રીગધવાહનરાજા
વિતાઢવપર્વતમાં ઉત્તમ ઋદ્ધિવાળું ગંગાવનામે સુપ્રસિદ્ધ એક નગર છે. તેમાં શ્રીગધવાહન રાજા રાજ્ય કરે છે. તે સર્વ દિશાઓમાં વિખ્યાત છે.
મદનાવલી નામે તેને રાણી છે.
તેણીને નવાહન, મકરકેતુ અને મેઘનાદ એમ ત્રણ પુત્ર છે. હવે નવાહન વિદ્યાસિદ્ધ થઈ યૌવન વયમાં આવી ગયે છે.
તેને માટે કનકમાલા નામની એક ઉત્તમ કન્યાની માગણી કરી હતી.
તેના વિવાહના સમયે ચિત્રવેગ વિદ્યાધર તે કન્યાને અ૫હાર કરી પોતે પરણું ગયો, તેથી તેની ઉપર કોપાયમાન થયેલ તે નવાહન તેનું વર લેવા તેની પાછળ ચાલ્યો.
નાગિની વિદ્યારે તેને બાંધી ત્યાં પડતું મૂકી કનકમાલાને લઈ તે પિતાના નગરમાં ચાલ્યો ગયો. ભાગ-૨/૧૫