________________
સુરસુંદરી ચરિત્ર
૨૨૩
સુરસુંદરીનું અપહરણ
તે જોઈ જાગી ઉઠી અને એકદમ ભયભીત થઈ ગઈ, જેથી હું પણ ગભરાઈને વિલાપ કરવા લાગી.
હા ! જનની ! હા!તાત! કઈ દેવ અથવા વિદ્યાધર મારૂં અપહરણ કરી ચાલ્યા જાય છે. માટે હે સુભટે ! દે દે એની પાસેથી મને મુક્ત કરો, મુક્ત કરો.
એ પ્રમાણે હું પ્રલાપ કરતી હતી, તેવામાં તેણે અને કહ્યું.
હે સુતનુ ! તું કિંચિત્ માત્ર પણ ભય પામીશ નહીં. હું તારું કંઈપણ અનિષ્ટ કરીશ નહીં. તું મારા પ્રાણથી પણ મને બહુ પ્રિય છે. તારૂં અદ્દભુત પ્રકારનું સ્વરૂપ જોઈ મને બહુ રાગ ઉત્પન્ન થયો, જેથી મેં તારું અપહરણ કર્યું છે?
હે સુંદરી ! ભયભીત થઈ તું શા માટે આ પ્રમાણે વિલાપ કરે છે.
હે સુતનુ ! વતાઢય પર્વતવાસી મકરકેતુ નામે હું વિદ્યાધર છું. મારી સાથે તું લેગ વિલાસ કરીશ? શા માટે તું ઉદ્વિગ્ન ચિત્તવાળી થઈ રૂદન કરે છે?
એ પ્રમાણે તેનું વચન સાંભળી મારા હૃદયમાં બહુ આનંદ થયો.
મેં જાણ્યું કે, ચિત્રમાં આલેખેલા જેના સ્વરૂપને જોઈ હું પ્રથમ કામાતુર થઈ ઉન્માદદશામાં આવી હતી; તે આ પ્રિયવદાને ભાઈ મકરકેતુ શું મારે પ્રિય છે?