________________
સુરસુંદરી ચરિત્ર
૨૨૧. માટે હે દેવ ! આપણે કઈ પ્રકારની શંકા કરવા જેવું નથી અને અન્ય વિચાર કરવાની પણ કંઈ જરૂર નથી. તેમ છતાં પણ એને અહીં આવતાં માર્ગમાં રોકવાની યુક્તિઓ આપણે ગોઠવવી જોઈએ. તેમજ તેના માર્ગમાં આવતાં ગામને ઉજજડ કરાવે અને ઘાસ પાણુ વિગેરેને પણ જલદી ક્ષય કરો જેથી તેને જીવવાનાં સાધનો અટકી પડે.
વળી દરેક રસ્તાના કુવાઓ ઢાંકી દેવરા, સરોવરોનાં જલ પણ ખરાબ કરાવે, જેથી તેઓ પી શકે નહીં, અને દરેક ઠેકાણે તેઓને પ્રસાર ન થઈ શકે તેવી રીતે સિન્ય વિગેરેના પ્રયાણની ગઠવણ કરાવે.
હે દેવી! આ પ્રમાણે મંત્રીના કહ્યા પ્રમાણે સર્વ ગોઠવણ કરાવીને હું અહીં આવ્યો છું. પરંતુ શત્રુ બહુ બલવાન હોવાથી હું બહુ ચિંતાતુર થઈ ગયો છું.' સુરસુંદરી
હે હંસિની! એમ છતાં પણ કેટલાક દિવસે સુખમય ચાલ્યા ગયા, તેટલામાં એક દિવસ શત્રુના સૈનિકે. ત્યાં આવી પહોંચ્યા અને સર્વ નગરને તેઓએ ઘેરી લીધું.
બાદ શત્રુનું સૈન્ય આવેલું જાણું રાજાએ નગરના દરવાજા બંધ કરાવી દીધા. કિલ્લાની પાછળ ખાઈની અંદર સંપૂર્ણ જલ ભરાવી દીધું. '
બખ્તર પહેરી તૈયાર થયેલા દ્ધાઓ કીલ્લાની ઉપર દરેક કાંગરાઓમાં ઉભા રહ્યા.