________________
૨૨૦
સુરસુંદરી ચરિત્ર
હે પ્રિયતમ! આ ચિંતા કરવાનું આપણે કાંઈ કારણ નથી. કેમકે, કનકાવલીને મદનલેખા નામે પુત્રી છે; તેને સુરસુંદરી એ પ્રમાણે કહીને આપી દે અને તેને સત્કાર કરે એટલે તે શત્રુંજય રાજા પિતાના સ્થાનમાં ચાલ્યા જશે.
જે એમ નહીં કરો તે તે રાજાની પાસે બહુ રીન્ય છે, માટે તે આપણું રીન્યને તથા આપણું દેશને પાયમાલ કરી નાખશે.
આ પ્રમાણે રાણીનું વચન સાંભળી રાજાએ કહ્યું,
હે દેવી! આપણું મંત્રીઓએ પણ આ પ્રમાણે કહેલું છે. પરંતુ મતિસાગર મંત્રીને આ વિચાર સારો લાગતું નથી. કારણ કે, તેણે એવું કહ્યું છે કે, ભલે તે - રાજા ગર્વને સ્વાધીન થઈ સંગ્રામ માટે કુશાગ્ર નગર “ઉપર આવે, પરંતુ અહીં આવ્યા બાદ તેનું મરણ થશે.
એમ સુમતિ નૈમિત્તિકે કહેલું છે.
વળી બીજું એવું કારણ બન્યું છે કે, જે સમયે તે રાજા પોતાના નગરમાંથી બહાર નીકળ્યો છે, તે વખતે તેને બહુ અનિષ્ટ શકુન થયેલા છે. તેમજ શનિશ્ચરાદિક સર્વે ગ્રહે પણ તેના બહુ કઠિન છે, જેથી તેને પરાજય થયા વિના રહેશે નહિ. માટે તે રાજા અહીં આવશે તે પણ આપણે વિજય થવાને છે અને એને તે પરાજય -જ થવાનો છે.