________________
-૨૨૨
સુરસુંદરી ચરિત્ર કેટલાક સુભટે તેઓનાં શસ્ત્રોને રોકવા માટે તંત્ર -તૈયાર કરે છે. તેમજ નાના પ્રકારનાં શસ્ત્રોને તીક્ષણ કરે છે.
વળી સુભટેનું બહુ સન્માન કરાય છે.
પ્રતિદિવસે શત્રુના સૈન્યને ઉદેશીને ઉકાલાઓ આપવામાં આવે છે.
બંને પક્ષમાં પણ સુભ, હાથી, ઘોડા અને ઉત્તમ પ્રકારના પાયદળ ઉછળે છે.
સામંત રાજાઓ સંશય મનવાળા થઈ ગયા. સર્વે નગરવાસી લોકે બહુ ચાકુલ થઈ ગયા
તેમજ હવે શું કરવું? એ બાબતમાં અમારા સર્વ મંત્રીઓ વિમૂઢ બની ગયા.
કેટલાક કાયર પુરુષે યુદ્ધને પ્રસંગ જોઈ ભયભીત થઈ ગયા.
કેટલાક પરાક્રમી સુભટે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા. પછી સાહસ રૂપી ધન છે જેમનું એવા અમારા પિતા સુમતિ નૈમિત્તિકના વચન વડે સર્વ સુભટેને ધેર્ય આપવા લાગ્યા.
હે હસિની! આ પ્રમાણે સર્વ નગરમાં ચારે તરફ ખળભળાટ વ્યાપી ગયો. - બાદ હે હસિની! બીજે દિવસે હું હવેલાના ઉપરના ભાગમાં રાત્રીએ સુતી હતી, તેવામાં કેઈએ મારૂં અપહર કર્યું.