________________
૨૧૮
સુરસુંદરી ચરિત્ર સ્થાનમાંથી વિદાય કરી. હે સુંદરી ! આ સર્વ વૃત્તાંત મારા પુરૂએ મને કહેલું છે. રત્નચૂડ મંત્રી
તેમજ તે શત્રુંજય રાજાએ રત્ન ચૂડ નામે પિતાને મંત્રી મારી પાસે મોકલ્યો. તેણે આવી મને કહ્યું કે, તમારી સુરસુંદરી કન્યા શત્રુંજય રાજાને તમે આપે.
તે રાજા તમારી કન્યાને બહુ લાયક છે. આ પ્રમાણે તેનું વચન સાંભળી મેં તેને કહ્યું,
હે ભદ્ર! સુમતિ નૈમિત્તિકના કહેવાથી જે કન્યાની, તમે માગણી કરે છે, તે કન્યા વિદ્યાધરની સ્ત્રી થવાની છે. માટે સુરસુંદરીને તે અમારે વિદ્યાધરને જ આપવાની છે.
વળી તમારો સ્વામી તે વૃદ્ધ ઉમરને થયેલો છે, તે તેને કન્યાની શી જરૂર છે?
ત્યારબાદ તે બેલ્યો.
હે નરેંદ્ર! એમ તમારે બેલવાની શી જરૂર છે? બહુ આગ્રહથી રાજાએ મને અહીં મેક છે, માટે પિતાની કન્યા તેમને તમે સુખેથી આપો. અને જે નહીં આપે તે તેમાંથી તમારા પરિણામ બહુ ખરાબ આવશે. એમ મારું માનવું છે.
એ પ્રમાણે તેનું વચન સાંભળી મને બહુ ક્રોધ આવી. ગયો અને તેને મેં કહ્યું કે,