________________
સુરસુંદરી ચરિત્ર,
૨૧૭ વળી જે પ્રજાપતિએ તેને ઉત્પન્ન કરી હશે, તે જરૂર વૃદ્ધ હોવો જોઈએ.
અન્યથા સર્વ સુખના સ્થાનભૂત એવી તે અપૂર્વ કન્યાને પોતાની સ્ત્રી કેમ ન કરે?
તેમજ બહુ મનહરરૂપ, તારૂણ્ય અને સુંદર સૌભાગ્યમય તે કન્યાને બનાવીને પ્રજાપતિના હૃદયમાં જરૂર બહુમાન આવેલું છે.
વળી હું માનું છું કે, ધનુષના આકર્ષણથી ખેદાતુર થયેલા કામદેવને જાણીને કૃપાલુ વિધિએ યુવકોના હૃદયને ભેદનારૂં તે કન્યારૂપી હાથનું ભાલોડીયું બનાવ્યું હોય, તે વાત ચોક્કસ છે.
તેમજ વળી જે પુરૂષ એણને વરશે, તે અર્ધભરત ક્ષેત્રને રાજા થશે, એમાં કેઈપણ પ્રકારને સંદેહ નથી. એમ તેણીના જન્મ સમયે અતિશય જ્ઞાની મહારાજાએ કહેલું છે. | માટે હે નરેંદ્ર! તે કન્યા તમારે યોગ્ય છે. પરંતુ અન્યને વર લાયક નથી. શત્રુંજય રાજા
એ પ્રમાણે બુદ્ધિલાનું વચન સાંભળી શત્રુંજય રાજા બહુ ખુશ થશે અને તેને બહુ દ્રવ્ય આપી તેણે
હે ભગવતિ ! આપે એ કન્યાનું વૃત્તાંત મને કહ્યું, તે બહુ સારૂ કર્યું. એમ કહી તેણે બુદ્ધિલાને પિતાના