________________
૨૧૬
સુરસુંદરી ચરિત્ર
*--
-
હે પ્રિયતમ! આપ ચિંતાતુર કેમ દેખાઓ છે? તે સાંભળી મારા પિતા લ્યા.
હે દેવી ! તેં મારા હૃદયની પરીક્ષા બહુ સારી કરી. અકસ્માત બહુ મેટી ચિંતામાં હું આવી પડે છે, તેનું કારણ તું સાંભળ.
બુદ્ધિલા નામે પરિવાકાને સુરસુંદરીએ શાસ્ત્રાર્થમાં વાદ કરતાં હરાવી છે. તેથી તે બુદ્ધિલા રીસાણ છે. જેથી ચિત્રકલામાં બહુ કુશલ એવી તેણીએ પ્રકૃષ્ટ મન વડે સુરસુંદરીનું સ્વરૂપ એક ચિત્રપટ ઉપર પ્રથમ ચિતરી રાખેલું હતું, તે ચિત્ર લઈ હાલમાં તે દુષ્ટા ઉજજયિની નગરીમાં શત્રુજ્ય રાજા પાસે ગઈ છે અને તે ચિત્ર તેને બતાવીને તેની આગળ તે દુરાચારિણીએ કહ્યું છે કે,
હે નરેંદ્ર! અમે આપના હિત માટે જ આ પૃથ્વી ઉપર ફરીએ છીએ અને જે જે રત્નસમાન ઉત્તમ વસ્તુઓ અમારા જોવામાં આવે છે, તે આપને નિવેદન કરી અમે કૃતાર્થ થઈ છીએ. માટે હાલમાં આપને કહેવાનું એટલું
કુશાગ્રનગરમાં એક ઉત્તમ કન્યારત્ન છે. તે નરવાહન રાજાની પુત્રી છે અને તેનું નામ સુરસુંદરી છે. જેણનાં અંગોપાંગ તથા સ્વરૂપને આલેખવા માટે સમસ્ત પ્રકારે કેઈપણ સમર્થ થઈ શકે તેમ નથી. એવું અદ્ભુત લાવણ્ય તેણીના સ્વરૂપમાં રહેલું છે.