________________
૨૧૪
સુરસુંદરી ચરિત્ર તેમજ લોકોને છેતરવા માટે શાસ્ત્રોની રચનાઓ કરી છે, વિગેરે જે તે કહ્યું તે પણ તારી બહુ મોટી ભૂલ છે.
કારણકે, રાગ અને દ્વેષથી મુક્ત થયેલા, સર્વ લોકેના હિતમાં પ્રવૃત્ત થયેલા એવા શ્રી સર્વજ્ઞભગવાને રચેલાં શાસ્ત્ર તેમજ તેમની આજ્ઞાવડે અન્ય જ્ઞાની પુરૂએ રચેલાં શાસ્ત્રો “ધૂર્તોએ લેકપ્રતારણા માટે રચાં છે,” એમ આક્ષેપ કરવાથી અપ્રમાણિક કેવી રીતે થઈ શકે ?
તે સર્વજ્ઞ પ્રણીત શાસ્ત્રોમાં જીવ કહે છે, તેમજ તેને અન્ય ભવ પણ કહેલો છે, તે ઉપરથી પરલોક સિદ્ધ થાય છે.
માટે હે મુદ્દે ! પૃથિવ્યાદિ પાંચ ભૂતના સમુદાયરૂપી જીવ કેવી રીતે માની શકાય?
હવે જ્યારે પરલેક સિદ્ધ છે, ત્યારે બ્રહ્મચર્યાદિક સર્વ વ્રત પણ પાળવાં જોઈએ.
તેમજ આત્મહિતાથી લોકોએ સર્વ ધર્મ કાર્યો કરવાં બહુ જરૂરનાં છે. એ પ્રમાણે શાસ્ત્રકારોએ કહેલું છે તે ઉચિત છે.
વળી ગમ્યાગઓને વિભેદ છોડી દે, વિગેરે જે કહ્યું તે પણ તારૂં બેલિવું નિષ્ફલ છે.
કારણકે, જૈન સિદ્ધાંતમાં તેવા અધર્મને સર્વથા નિષેધ કરેલ છે. તેમજ પરલેકમાં તારા કહ્યા પ્રમાણે માંસાદિકનું સેવન કરવાથી અનેક દુઃખે ભેગવવાં પડે છે.