________________
અહિ
જ
કહે
સુરસુંદરી ચરિત્ર
૨૧૫ એ પ્રમાણે અનેક યુક્તિઓ વડે સુરસુંદરીએ તે બુદ્ધિલા પરિવ્રાજકાને તેજ વખતે નિરૂત્તર કરી મૂકી. પછી તેણીનું મુખ વિલક્ષણ થઈ ગયું અને ઉત્તર આપવાને અશક્ત થઈ નીચે મુખે તે બેસી રહી. બુદ્ધિલાનું ઉપહાસ
બાદ સુરસુંદરીની પાસે રહેલી સર્વ સખીઓએ તેણીની મૂર્ખતાને ઉદ્દેશી ઉદ્ધતપણે તેનું બહુ ઉપહાસ કર્યું.
તદુપરાંત તેને કેટલીક સખીઓ ટાકેરા મારવા લાગી. તેમજ કેટલીક તે ટુંબા મારવા લાગી.
વળી કેટલીક તો તેના મુખને મરડવા લાગી.
એમ અનેક પ્રકારના ઉપદ્રવથી તે પરિવ્રાજક ભારે દુ:ખમાં આવી પડી.
વળી તેઓ કહે છે, હે દુઃશીલે ! હજુપણ અમારી સખીની સાથે તે વાદ કરે છે? જ જા ? હવે તારા સ્થાનમાં તું વેળાસર ચાલી જા ? તારું પાંડિત્ય અમે જોયું, એમ અનેક પ્રકારે ઉપહાસ કરાયેલી તે બુદ્ધિલા કપાયમાન થઈ હોઠ ફફડાવતી ત્યાંથી નીકળી પિતાને રસ્તે ચાલી ગઈ.
હું પણ મારી સખીઓની સાથે સુખપૂર્વક ત્યાં. દિવસે નિર્ગમન કરવા લાગી. બુદ્ધિલાનું કપટ
ત્યારબાદ એક દિવસ રાજા મારી માતાના ઘેર ગયા. પછી મારી જનની એ અયુત્થાનાદિક સત્કાર કરી તેમને કહ્યું.