________________
સુરસુંદરી ચરિત્ર
૨૧૩ શરીરથી બીજે કઈ આમાં જીવ છે જ નહીં, તે પણ તારું કહેવું બહુ જ અસંગત છે.
કારણકે, જીવને અભાવ તું તારા પ્રત્યક્ષ પ્રમાણથી માને છે? અથવા સમગ્ર પુરૂષોની અપેક્ષાએ માને છે ?
જે તારા પ્રત્યક્ષ પ્રમાણથી કહેતી હોય છે, તે પણ તારું માનવું અસત્ય છે. એમ માનવાથી સર્વનો અભાવ પ્રસંગ આવી જાય.
કારણ હે મુગ્ધ ! જે જે પદાર્થ તું જોઈ શક્તી નથી તે સર્વ નથી, એ વાત સ્પષ્ટ થાય છે. દેશાંતર કિવા કાલાંતરમાં રહેલા પદાર્થોને અભાવ સર્વથા સિદ્ધ થાય, તેમજ સમગ્ર દેશકાલમાં ઉત્પન્ન થયેલા પુરૂષો આત્માને નથી જોઈ શકતા તે વાત (અન્ય પુરૂને પ્રત્યક્ષ અભાવ) કેવી રીતે જાણી શકાય?
કારણ કે, અન્યનાં ચિત્ત કેવી સ્થિતિમાં હોય છે, તે બહુ મુશ્કેલથી પણ જાણી શકાતું નથી.
વળી હે મૂઢ તારા દેહમાં જીવ નથી એ જે તે વિકલ્પ કર્યો, તે બહુ અસંગત છે.
કારણકે, તે જીવ છે અને તે પરલેકમાં જાય છે, એ બાબત જ્ઞાની પુરૂષોએ જ્ઞાન વડે સિદ્ધ કરેલી છે.
વળી તું એક પ્રત્યક્ષ પ્રમાણ જ માને છે, તે પણ તારું માનવું ઘણું જ અયુક્ત છે. . કારણકે, પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રકારનાં પ્રમાણુ શાસ્ત્રકારોએ માનેલાં છે.