________________
૨૧૧
સુરસુંદરી ચરિત્ર કેટલાક લોકે તે જન્માંતરના સુખ માટે શિરમુંડનાદિક કરાવે છે. તે ભલે કરાવે, પરંતુ તે બિચારાએ અજ્ઞાત દશામાં છેતરાય છે. એટલું જ નહી પણ મહાપૂર્ણ પુરૂષે ધર્મ નિમિત્તે તેમને વિષયસુખથી વિમુખ કરે છે. કારણ કે, દેહથી તિરિક્ત-ભિન્ન એવો બીજે કઈ જીવ પદાર્થ છે જ નહીં.
પ્રત્યક્ષ પ્રમાણ વડે ખરવિષાણ (શીંગડાં)ની જેમ સિદ્ધિ થતી નથી, તેમ દેહ સિવાય અતિરિક્ત જીવ પદાર્થ સિદ્ધ થતું નથી.
વળી આલાકની અંદર પ્રત્યક્ષ પ્રમાણને છોડીને અન્ય કઈ પ્રમાણ માનવા જેવું નથી અને તે પ્રમાણ છતાં પણ તેથી જીવની સત્યતા સિદ્ધ થતી નથી.
વળી શાસ્ત્રમાં અનુમાન પ્રમાણ પણ લીધેલું છે, પરંતુ પ્રત્યક્ષપૂર્વક જ તે અનુમાન પ્રમાણે ગ્રહણ કરી શકાય, માટે અનુમાનથી પણ જીવપદાર્થ સિદ્ધ થતો નથી.
વળી તે જીવ પદાર્થ માનવામાં કે અન્ય કારણ પણ મળી શકતું નથી. કારણ કે, કેઈપણ ઇન્દ્રિયના વિષયમાં તે આવી શકતો નથી.
લોકોને છેતરવા માટે પૂર્વ લોકેએ રચેલાં નાના પ્રકારનાં શાસ્ત્ર વિદ્વાનોને પ્રમાણભૂત ગણાતાં નથી. તે તે શાસ્ત્રવડે પણ છવપદાર્થની સિદ્ધિ કેવી રીતે થઈ શકે? માટે પંચભૂતને સમુદાય એ જ જીવ સમજ,