________________
૨૧૦
સુરસુંદરી ચરિત્ર વચન સાંભળી હું પણ બહુ ખુશી થઈ અને મારું અસ્વા
શ્ય કંઈક દૂર થઈ ગયું. વળી મારા મનમાં વિચાર થયો,
નેત્રને આનંદ આપનાર એવા તે મને વલ્લભનું સાક્ષાત મને દર્શન થાય, તે દિવસ હું કયારે દેખીશ? વળી તેના સમાગમની આશાવર્ડ પોતાના અધીર હૃદયને સ્થિર કરતી અને તે ચિત્રપટનું જ હંમેશાં અવલોકન કરતી હું બહુ પ્રેમાળુ સખીઓની સાથે મારા મને ભીષ્ટની પ્રાપ્તિનાં સૂચવનાર વચન વડે દિવસે નિર્ગમન કરવા લાગી. તેમજ મારી સખીઓએ પણ મને બહુ આશ્વાસન આપી મારી શાંતિમાં સારો વધારો કર્યો. એમ કરતાં મારા કેટલાક દિવસો ગયા. એક પરિત્રાજિકા
એક દિવસ વલ્કલ વસ્ત્રો જેણએ પહેરેલાં હતાં, એક હાથમાં ચમરિકા ધારણ કરેલી હતી, કપાલમાં ગોરોચન 'ચંદનનું તિલક કરેલું હતું તેમજ નાસ્તિકશાસ્ત્રોમાં બહુ હોંશીયાર એવી એક પરિત્રાજિકા મારી પાસે આવી.
' આશીર્વાદ આપીને અમારી આગળ તે બેઠી અને તે પિતાનું પાંડિત્ય બતાવવા માટે બોલવા લાગી;
હે બહેને ! આ દુનિયામાં સારમાત્ર એટલે જ છે કે, પિતાની ઈચ્છા પ્રમાણે ભજન કરવું અને મરજી માફક વિલાસ કરે. કારણ કે તે સિવાય આ લેકમાં બીજે કેઈપણ સાર દેખવામાં આવતો નથી.