________________
૨૦૮
સુરસુંદરી ચરિત્ર આ પ્રમાણે સખીઓના ઉદ્દગાર સાંભળ્યા બાદ મુખેથી હુંકાર કરતી હું ક્રોધ સહિત કહેવા લાગી.
હે સખિઓ! ગ્રહથી પકડાયેલાની માફક આવાં અસંબદ્ધ વચને તમે કેમ બેલે છે? અથવા અચેતન ચિત્રપટની આગળ આવી વિનંતિ કરવાથી શું ગુણ થવાને છે ?
ચિત્રમાં રહેલો કેઈપણ માણસ કેઈપણ સમયે વ્યાધિને ઉત્પન્ન કરવા માટે શક્તિમાન ન જ થઈ શકે. છતાં તમે આવી વિપરીત ભાવનાઓ કેમ કરે છે ?
તે સાંભળી શ્રીમતી બેલી.
હે સુરસુંદરી ! જેથી આ ચિત્રગત પુરૂષ તારા ચિત્તમાં રહેલો છે, તેજ કારણને લીધે તેણે તને અચેતન કરી નાખી છે.
મેટો નિ:શ્વાસ મૂકી ધીમે સ્વરે મેં કહ્યું.
હે સખી! એ પ્રમાણે જે તું જાણે છે, તે શા માટે તે સંપાદન કરવામાં તું વિલંબ કરે છે ? એમ કહી નીચું મુખ કરી હું ભૂમિપૃષ્ઠને ખેતરતી હતી, તેટલામાં હાથની તાળી લઈ હસીને તેણુએ કહ્યું.
હે સુતનુ! તારું સત્ય વચન સાંભળી હું ખુશી થઈ છું. માટે તે કાર્ય સિદ્ધ કરવામાં હવે હું વિલંબ કરીશ નહીં. સર્વ તારા મનોરથ ટુંક મુદતમાં સિદ્ધ થશે.
એમ કહી શ્રીમતી ચિત્રપટ લઈને તરત જ મારી