________________
૨૦૬
સુરસુંદરી ચરિત્ર માધવી સખી.
શ્રીમતીનું વિસંવાદી વચન સાંભળી માધવી નામે સુરસુંદરીની અન્ય સખી બેલી.
જે માણસ વ્યાધિની પરીક્ષા કરે, તે જ માણસ તેને ઉપચાર કરે છે અને તે રોગીને સ્વસ્થ કરી પોતે પોતાના જ્ઞાનને સફલ કરે છે.
જે પુરૂષે ચેર દીઠા હોય તેમને પ્રહાર પણ તે માણસ જ કરે છે. અન્યથી તે કાર્ય થઈ શકતું નથી.
સર્વ સખીઓ ગુપ્ત રીતે હસીને આનંદપૂર્વક બેલી.
હે શ્રીમતી ! હાલમાં હવે તું છુટવાની નથી. અમારી આ પ્રિય સખીને તું સ્વસ્થ કર,
વળી હે સુતનુ! તારા પિતા મંત્રવાદી પુરૂષમાં બહુ પ્રસિદ્ધ છે. માટે કોઈપણ મંત્રના પ્રયોગવટે તું સુરસુંદરીને રોગથી મુક્ત કર.
શ્રીમતી બેલી. જો કે, મારા પિતા મંત્રાદિકપ્રયોગ જાણે છે, તો એમાં મારે શું? જોકે દૂધ મીઠું હોય છે, તેમાં છાણને શો સંબંધ? તેમ છતાં હું એક તેને ઉપાય બતાવું, પરંતુ તે કહેવાથી મારી ઉપર તે રીસાય નહી તે !! એમ કહી તે બેલી.
આ વ્યાધિ કેઈ નવીન પ્રકાર છે, જેથી તે કેવળ મંત્રથી મટવાને નથી.