________________
સુરસુંદરી ચરિત્ર
૨૦૫ પરંતુ શારીરિક રોગોનું કોઈપણ લક્ષણ આ બાળામાં દેખાતું નથી. માટે જરૂર કંઈપણ આગંતુક દોષ દેવો જોઈએ. તે સિવાય અન્ય રોગ જણાતું નથી.
એની ઉપર લવણ ઉતારો. નાના પ્રકારના મંત્રવાદીઓને બેલાવે સરસવના આઘાત કરો.
રક્ષાની પોટલીઓ એના હાથે બાંધે.
તે સાંભળી લલિતા બાલી. હે ભદ્ર ! આવા ઉપાય કરવામાં તમે કેમ વિલંબ કરો છો? કારણ કે; વ્યાધિની. ઉપેક્ષા કરવાથી તેનું પરિણામ બહુ ખરાબ આવે છે.
શાસ્ત્રમાં કહ્યું છે,
પિતાનું આત્મહિત ઈચ્છનાર મનુષ્ય ઉત્પન્ન થતા શત્રુની પ્રથમથી જ ઉપેક્ષા કરવી નહીં. કારણ કે, શાસ્ત્રમાં કુશલ એવા પુરૂષએ ભવિષ્યમાં વૃદ્ધિ પામનાર વ્યાધિ અને શત્રુ એ બંનેને સરખા કહેલા છે.
માટે હે શ્રીમતી ! આપણે વેલાસર આ વ્યાધિને નિમૂલ કરવો ઉચિત છે. બેદરકારી કરવાથી અસાધ્ય થઈ પડે તો પછી તે આપણને બહુ નુકશાનકારક થઈ પડે. તેથી આ બાબતમાં તમે પુરતું ધ્યાન આપે.
તે પ્રમાણે લલિતાનું વચન સાંભળી શ્રીમતી બોલી,
હે સખી ! અમે તો માત્ર રોગની પરીક્ષા કરી શકીએ છીએ, પરંતુ એના ઉપચાર કરવા તે અમારી સત્તા બહારની વાત છે. મારા જાણવામાં જે બાબત આવી તે હકીકત આપને મેં નિવેદન કરી.