________________
સુરસુંદરીચરિત્ર
૨૦૩. બેલવા તૈયાર થઈ ગઈ. અમે તે આ ચિત્રનું સૌંદર્ય કૌતુક વડે સારી રીતે જોયું અને તમે તો હૃદયની શઠતાને લીધે અનેક પ્રકારના વિક૯૫ કરો છો.
તે સાંભળી કુમુદિની બેલી.
હે સખી ! તારું કહેવું સત્ય છે, એમાં કઈ પ્રકારને સંદેહ નથી. માટે હે સખી ! તું પણ એ ચિત્રને લઈ લે અને તેને ચિતરવાનો સારી રીતે તું અભ્યાસ કર.
હે પ્રિયંવદે! આ ચિત્રપટ એને આપી દે! જેથી તારી બહેન એ ચિત્રને અભ્યાસ કરે.
તેણીએ તે ચિત્રપટ કુમુદિનીના હાથમાં આપ્યા પછી તે પ્રિયંવદા મારી સાથે બહુ સંભાષણ કરી આકાશ. માર્ગે ચાલી ગઈ. હું પણ સખીઓ સહિત અનેક પ્રકારની કિડાઓ કરી પોતાના મંદિરમાં ગઈ.
ઉત્તમ પ્રકારનાં અનેક વસ્ત્રોના ચંદરવા જેમાં બાંધેલા છે અને બહુ વિશાલ એવા પિતાના સ્થાનમાં ગયા બાદ સુરસુંદરી અમૂલ્ય શયનાસન ઉપર સુઈ ગઈ અને તેણે પોતાની સખીઓને કહ્યું કે,
તમે સર્વે પિત પિતાને ઘેર જાઓ. હાલમાં મારૂં માથું બહુ દુઃખે છે, તેમજ મારાં સર્વે અંગે તુટી જાય છે; શરીર પણ જવરથી ભરાઈ ગયેલાની માફક તપી. ગયું છે. ક્ષણમાત્ર હું સુઈ રહીશ.