________________
સુરસુંદરી ચરિત્ર તે સાંભળી કુમુદિની બોલી ! ભલે એમ કરો, સુવાથી તબીયત સુધરશે. શ્રીમતી સખી
ત્યાર પછી કિંચિત્ હાસ્ય કરી શ્રીમતી બોલી.
હે ભગિની ! એકદમ તારૂં શરીર શાથી બગડી ગયું? તેનું કારણ તે તું જણાવ?
તેટલામાં વસંતિકા બોલી. હે શ્રીમતી ! તું વિદકશાસ્ત્ર બરોબર જાણે છે. માટે તે પોતે જ એના રોગનું નિદાન કર.
શ્રીમતીએ મારા શરીરના સાંધા તથા નાડી વિગેરેની સારી રીતે તપાસ કરી ઈષ્ય પૂર્વક તેણે કહ્યું.
બાહ્યવૃત્તિથી કેઈપણ પ્રકારને રોગ જણાતું નથી.
વળી સંક્ષેપથી રોગો બે પ્રકારના હોય છે. એક તો શારીરિક અને બીજે આગંતુક; તેમાં વાત, પિત્ત અને કફથી ઉત્પન્ન થયેલા જે રોગ હોય તેને શારીરિક કહેલા છે.
તેને શાંત કરવાના મુખ્ય ઉપચાર અભંગ, મર્દન; લંધન અને પ્રસ્વેદ સેવન વિગેરે વૈદકશાસ્ત્રમાં પુરૂષ, શક્તિ અને કાલને ઉદ્દેશીને બતાવેલા છે.
તેમજ ભૂત, ગ્રહ, શાકિની અને ચક્ષુષ વિગેરેના દોને આગંતુક જાણવા. તેમની શાંતિ માટે બલિદાન, હોમ, મંત્ર અને તંત્રાદિક અનેક ઉપચારો કહેલા છે.