________________
સુરસુંદરી ચરિત્ર
૨૦૭ કુમુદિની બેલી.
એમાં કોલ કરવાનું શું કારણ છે? જે રોગની શાંતિ થતી હોય તો તે શા માટે તું છુપાવી રાખે છે ? નિઃશંકપણે તે વાત તે પ્રગટ કરે ?
તે સાંભળી શ્રીમતી બાલી. ચિત્રપટમાં ચિતરેલો જે પુરૂષ એણના જોવામાં આવ્યો છે, તે જ વૈદ્યને જે સમાગમ થાય તે એના રાગની શાંતિ થાય તેમ છે. ચિત્રપટ અવલેકન.
તે પ્રમાણે શ્રીમતીને માર્મિક અભિપ્રાય જાણી કુમુદિની તે ચિત્રપટને ખુલ્લો કરી બહુ સંભાવના પૂર્વક કહેવા લાગી કે
હે સખીઓ ! જે એમ હોય તે આપણે એની પ્રાર્થના કરીએ. સર્વ સખીઓ કિંચિત હાસ્ય કરી હર્ષના ઉદ્દગાર સાથે બેલી.
હે સખી ! તારૂં કેવું સત્ય છે, એમ કહી તેઓ તે ચિત્રપટની આગળ હાથ જોડી સ્તુતિ કરવા લાગી.
હે દાક્ષિણ્યનિધે ! હે મહાયશ ! હે ચિત્રસ્થિત મહાપુરૂષ ! અમારી એક વિનતિ તમે સાંભળે?
તમારા દર્શનથી આ અમારી પ્રિયસખી બહુ વ્યાધિમાં આવી પડી છે; માટે હે સુંદર ! જેવી રીતે એનો વ્યાધિ દૂર થાય તે ઉપાય આપ જલદી સંપાદન કરો.
કામદેવરૂપી મહાન રોગથી પીડાતી એવી યુવતીઓના તમે વૈદ્ય છે.