________________
સુરસુંદરી ચરિત્ર
૨૧૯
હું મ`ત્રિન્ ! મારી કન્યા હુ' તેને આપવાના નથી. એને જેમ કરવુ. હાય તેમ સુખેથી કરે. માટે જા, તું તારા સ્વામીને આ સર્વ હકીક્ત નિવેદન કર. વળી તુ અમારે ઘેર આવેલા છે, તેથી તારા દંડ કાણું કરે? એમ. જાણી હાલમાં હું... તને મુક્ત કરૂ છું.
પ્રયાણ યાત્રા
બાદ તે રત્નચૂડ મંત્રી ત્યાં ગયા અને આ સ હકીકત તેણે શત્રુજય રાજાની આગળ નિવેદન કરી. જેથી તે એકદમ ક્રોધાયમાન થઈ પેાતાના ખલવડે ગર્વિષ્ટઃ થયેા છતા યુદ્ધ કરવા માટે ઉજ્જયિનીમાંથી હાલ નીકળેલા છે.
તેની સાથમાં બહુ સુભટો તથા અનેક પરાક્રમી. રાજાએ તેમજ સે કડા શૂરવીર એવા પાયદળના સમુદાય . રહેલા છે.
વળી તીક્ષ્ણ ખુરીએ વડે પૃથ્વીને ઉખેડી નાખતા. અસખ્ય લાખા અશ્વો જેની પાસમાં રહેલાં છે. તેમજ ગથી પ્રચંડ એવા અનેક પર હાથીને ત્રાસ આપવામાં જ એક રસિક અને મેાટા પર્યંત સમાન આકૃતિવાળા અનેક હાથીએથી પરિવારિત ઘણુ સૈન્ય જેની સાથે. રહેલું છે, તેમજ જ બહુ જ રાષાતુર થયેલા એવા તે. શત્રુંજય રાજા આપણા દેશમાં આવેલા છે; એમ ચરપુરૂષાએ મને કહેલુ છે. માટે હે દેવી ! તે કારણને લીધે હું બહુ ચિંતાતુર થયા છું. તે સાંભળી મારી માતા ખેાલી.