________________
૨૦..
સુરસુંદરી ચરિત્ર હવે જ્યારે તેના વિયોગને હું સહન ન કરી શકી, ત્યારે તેની પાસે જવા માટે હું ઘેરથી નીકળેલી છું. માટે બહેન હવે મને રજા આપ. જેથી જલ્દી હું તેની પાસે જાઉં.
તે સાંભળી શ્રીમતી બેલી.
હે પ્રિયંવદે! આ પ્રમાણે તારા ભાઈની અંદર અનેક ગુણે જે રહેલા હોય તે અમારે પણ અવશ્ય. તેના દર્શન કરવા જોઈએ.
માત્ર ચિત્રના દર્શનથી પણ સખીજનને આટલો આનંદ થયેલ છે, તે હાલમાં અમૃત સમાન તે મકરકેતુ કુમારનાં દર્શન અને પ્રત્યક્ષપણે કરાવે. જેથી અમારા આનંદનો પાર રહેશે નહીં.
કિંચિત્ હાસ્ય કરી પ્રિયંવદા બેલી.
હે સખી ! હાલમાં તું બહુ ઉસુક થઈશ નહીં, કારણ કે, અત્યારે તે વિદ્યા સાધવામાં રોકાયેલે છે; તેમાં આપણે વિન કરવું તે ઠીક નહીં. પછીથી આપણે સર્વ કાર્ય સિદ્ધ કરીશું. વળી જે દેવ અનુકૂલ હશે, તે મારા બનતા પ્રયાસે હું પણ તેના સમાગમનું સુખ આ મારી બહેનને જરૂર અપાવીશ.
આ પ્રમાણે પ્રિયંવદાનું વચન સાંભળી મેં કહ્યું..
હે પ્રિયસખી ! આ સર્વ સખીઓ તે મિથ્યા બોલીને મારૂં ઉપહાસ કરે. પરંતુ તે પણ હાલમાં વિપરીતા