________________
૨૦૦
સુરસુંદરી ચરિત્ર તેમજ તે ચિત્રપટમાં લખેલા સર્વ સૌભાગ્યના મદિર સમાન તે યુવાનને માત્ર જોઈને પણ નિદ્રિત, મૂરિષ્ઠત અને મત્તની માફક હું ચેતના રહિત થઈ ગઈ.
વસંતિકા નામે મારી સખીએ મારે માનસિક 'ભાવ જાણું તેને પૂછયું.
હે પ્રિયંવદે! નેત્રોને આનંદ આપનાર આ કયા પુરૂષનું ચિત્ર તે લખેલું છે?
તે સાંભળી કુમુદિની બેલી.
હે વસંતિકે! તારે આ બાબતમાં પુછવાની શી જરૂર છે? કામિની જનેના હૃદયને આનંદ કરવામાં અગ્રણી એવો આ પિોતાની સ્ત્રી (રતિ) વિનાને કામદેવ ચિત્રલે છે.
કંઈક હાસ્ય કરી શ્રીમતી નામે તેની અન્ય સખીએ કહ્યું,
આજ સુધી આ કામદેવ રતિથી વિયુક્ત હતે. હવે આ મદન (કામ) રતિ સહિત થયે, એમ તું નથી જોતી ? સાક્ષાત્ આ રતિ પણ એની પાસમાં દિવ્ય શોભા આપી રહી છે.
એ પ્રમાણે તેનું વચન સાંભળી સર્વ સખીઓ હાથની તાળી લઈ હાસ્ય પૂર્વક બોલી.
હે શ્રીમતી! બરાબર તારું કહેવું સત્ય છે. તારે નિશ્ચય યથાર્થ છે. એમ તેઓ ઉપહાસ્ય કરતી હતી,