________________
સુરસુંદરી ચરિત્ર મેં તેને કહ્યું હે ભદ્ર! આ તારા પડખામાં ગોપવી રાખેલા ચિત્રપટમાં કોની છબી ચિન્નેલી છે? તે જેવા માટે મારા હૃદયમાં મોટું આશ્ચર્ય થયું છે. માટે તે ભગિની ! તે ચિત્ર મને દેખાડવા લાયક હોય તે તું બતાવ.
તે સાંભળી પ્રફુલ થયું છે મુખ કમલ જેનું, એવી તે પ્રિયંવદાએ ચિત્રપટ ખુલ્લો કરી મને બતાવ્યો. અને તેણીએ કહ્યું, આ ચિત્રપટ મેં મારા હાથે ચિન્નેલો છે. સુરસુંદરીની મૂર્છા.
અદ્દભુત એવા તે ચિત્રપટમાં લખેલા કામદેવ સમાન સુંદર અંગવાળા યુવાનની આકૃતિ જોઈને અમૃતથી સિંચાયેલીની માફક અતિ પ્રફુલ્લ હું થઈ ગઈ; તેમજ મારા હૃદયમાં આનંદને તે પાર જ રહ્યો નહીં.
ઘણા સમયને પરિચયવાળે હેયને શું ? તેમ તે ચિત્રસ્થ પુરૂષ દેખાવા લાગ્યો.
હર્ષાશ્રુથી મારાં નેત્ર ભરાઈ ગયાં. સર્વ શરીર રોમાંચિત થઈ ગયું.
અઘરેષ્ઠ વારંવાર ફરકવા લાગ્યા. સહસા ભુજ લતાએ ઉલ્લાસ પામવા લાગી. સ્તન મંડલ ઉછળવા લાગ્યા. બંને સાથળો કંપવા લાગી.