________________
૧૯૮ * mona
^
^^^
^
^^^
^^^
સુરસુંદરી ચરિત્ર મારી માતાએ પ્રથમ મને કહ્યું હતું કે, મારી નાની બહેનને મારા ભાઈએ ભૂચર માત્રના અધિપતિ એવા ભાનવેગ રાજાને આપેલી છે. માટે હે ચંદ્રમુખી ! તું તે મારી માસીની દીકરી બહેન થાય છે, એમ કહી તેણીએ મારો બહુ સત્કાર કર્યો.
ત્યાર પછી મેં તેને કહ્યું.
હે બહેન! આજે અમારે ઘેર તું ચાલ. બધુજનને વત્સલ એવી મારી માતાનું તું દર્શન કર. પ્રિયંવદા
સુરસુંદરીનું બહુ આગ્રહ ભરેલું વચન સાંભળી પ્રિયંવદા બેલી.
હે બહેન ! અત્યારે મારાથી અવાય તેમ નથી. ખાસ કારણને લીધે હાલમાં હું મારા ભાઈની પાસે જાઉં છું અને વળતી વખતે જરૂર હું માસીને મળીશ; માટે અત્યારે તે સંબંધી ઘણો આગ્રહ તમે મને કરશો નહીં. કારણ કે, ભાઈની પાસે ગયા સિવાય કેઈપણ રીતે મારા ચિત્તની શાંતિ થાય તેમ નથી.
એ પ્રમાણે તેણનું વચન સાંભળી મેં કહ્યું.
ઠીક છે, જેમ તારી ઈચ્છા હોય તેમ કર. પરંતુ મારે એક બાબત તને પૂછવાની છે, તેનો તું જવાબ આપ.
પછી તેણુએ મને કહ્યું કે; સુખેથી તમારે જે પુછવું હેય તે પુછે, તમને ખુલાસે આપવા હું તૈયાર છું.