________________
૧૫૦.
સુરસુંદરી ચરિત્ર એમ અમારો વાર્તાલાપ થયા બાદ, પ્રમુદિત થયેલ શ્રીદત્ત મને પિતાના આવાસમાં સાર્થને લોકે પાસે લઈ ગ.
ત્યાં તેના પરિજને વિનયસહિત ઉપચાર વડે મારી શારીરિક સેવા કરી,
ત્યારપછી દેવતાએ આપેલા કુંડલ તથા અન્ય સર્વ આભરણે માત્ર એક દિવ્ય મણીની વીંટી સિવાય મેં શ્રીદત્તને મૂકવા માટે આપ્યાં. કુશાગ્રનગર તરફ પ્રયાણ
શ્રીદત્તના પરિજન સહિત મેં સાથેની સાથે ત્યાંથી પ્રયાણ કર્યું.
માર્ગમાં ચાલતા શ્રી દત્ત બહુ પ્રકારે મારો વિનય કરતે હતે.
હું પાલખીમાં બેસીને ચાલતી હતી, તે સાથે પણ મારી અનુકૂલતાને માટે હમેશાં ટુંકા ટુંકા પ્રમાણે વડે ચાલવા લાગ્યો.
એમ કેટલાક મુકામ તેઓ ચાલ્યા, તેટલામાં એક અટવી આવી, ત્યાં આગળ અપશુકન થવાથી તે લેકે ત્યાં રોકાઈ ગયા.
બીજે દિવસે પ્રયાણની તૈયારી કરી કે તરત જ ફરીથી અપશુકન થયા.
એમ દિવસે દિવસે અપશુકન થવાથી ઉત્તમ શુકન થયા નહી, તેથી તેમને ત્યાં દોઢ માસ નીકળી ગયો.