________________
સુરસુંદરી ચરિત્ર
૧૬૫ તેને પિતાને ઘેર લઈ ગયા. તેમજ તે વિદ્યાધરને ત્યાં રહીને સુખેથી માટે થશે.
અનુક્રમે તે યૌવનવયને પ્રાપ્ત થશે, ત્યારે તને હસ્તિનાપુરમાં મળશે.
હે નરેન્દ્ર! આ પ્રમાણે કુલપતિના કહેવાથી મારે શોક દૂર થઈ ગયા. પછી હું તે આશ્રમમાં રહીને ફળ તથા મૂલાદિકથી મારી પ્રાણવૃત્તિ ચલાવતી હતી તેમજ તપસ્વિની જનેને વિનય કરતી હતી. સુરથકુમાર.
હે પ્રિય! કેટલાક દિવસ હું તે આશ્રમમાં રહી. બાદ એક દિવસ કુલપતિના મુખથી બહુ તપસ્વિની સહિત હું ધર્મશ્રવણ કરતી હતી, તેટલામાં અકસ્માતું બહુ વેગવાળા અશ્વથી અપહાર કરાયેલો એક રાજકુમાર ત્યાં આવ્યા.
બાદ અતિ કૃપાલુ એવા તાપસકુમારોએ તેને બહુ સત્કાર કર્યો, પછી તે રાજપુત્ર કુલપતિની પાસે આવ્યો અને વિનયપૂર્વક પ્રણામ કરી તેમની આગળ ભૂતલ ઉપર બેસી ગયો.
કુલપતિએ તેને પૂછયું.
હે ભદ્ર! તારા પિતાનું નામ શું? તું કયા નામથી ઓળખાય છે ? અને તું કયાંથી આવ્યો ?
આ પ્રમાણે કુલપતિના પ્રશ્નો સાંભળી તે બેલ્યો.