________________
૧૮૮
સુરસુંદરી ચરિત્ર પ્રેમગ્રહ વિલાસ કરે છે, અને જે તે પિતાનું યથાસ્થિત વૃત્તાંત મને જણાવે, તે એની પ્રાપ્તિમાં કેઈ ઉપાય પણ જરૂર મળી આવે.
પરંતુ બહુ પુછવા છતાં પણ આ બાલા પિતાને ઈચ્છીત અર્થ બીલકુલ મને જણાવતી નથી,
- હવે મારે શું કરવું ? કામનો સ્વભાવ વિપરીત હોય છે. વાર્તા કરવાથી તે છુપાઈ જાય છે. અર્થાત્ પ્રગટ થતું નથી. ચતુર એવી માનસિક ચેષ્ટાઓ વડે ગોપવી રાખેલો પણ કામવિકાર જણાઈ આવે છે, એમ છતાં પણ હું કેઈપણ ઉપાયવડે એણના મગત ભાવની તપાસ તે કરું ?
એમ વિચાર કરી કમલાવતીએ હંસિકાનામે પિતાની દાસીને આજ્ઞા કરી.
હે હસિકે! સુરસુંદરીના ઉગનું કારણ શું છે? તેને તું કેઈપણ ઉપાયથી તપાસ કર. તે તારા સમાન વયની છે, માટે પિતાને માનસિક વિચાર તને કહ્યા વિના રહેશે નહીં.
બાદ હસિકા બેલી. હે સ્વામીની! આપની આજ્ઞામાં હું હાજર છું;
એમ કહી તે હંસિકા તરત જ ત્યાં ગઈ અને એકાંતમાં બેઠેલી સુરસુંદરીની પાસે બેસીને તે વાર્તાઓ -વડે વિનોદ કરવા લાગી. સ્નેહસૂચક એવાં કેટલાંક વચન