________________
૧૯૧
સુરસુંદરી ચરિત્ર પ્રમાણમાં બહુ વિશાલ,
રસાતલને પ્રાપ્ત થયેલી પરિખા (ખાઈ)વાળા કિકલાવડે વિભૂષિત,
ત્રિક અને ચતુષ્ક-ચૌટાઓની સુંદર શોભા છે જેને વિષે,
પરાક્રમના ગર્વથી ઉત્કૃષ્ટ સેંકડે સુભ વડે વ્યાસ
તેમજ દેવપુરીની રમણીયતાને અનુસરતું કુશાગપુર નામે નગર છે. નરવાહનરાજા
વળી તે નગરમાં અત્યંત પરાક્રમ વડે નિમૅલ કર્યા છે મહા પ્રતાપવાળા શત્રુઓ જેણે, એ સુપ્રસિદ્ધ નરવાહન નામે રાજ રાજ્ય કરે છે.
હવે વૈતાઢય પર્વતમાં કુંજરાવત્ત નગરમાં ચિત્ર ભાનું વિદ્યાધર છે. તેને પુત્ર ભાનુગ છે. તેની સાથે નરવાહન રાજાની કેઈપણ કારણને લીધે બાલવયમાંથી જ ગાઢ પ્રીતિ બંધાણી.
ત્યારપછી તે નરવહન રાજાએ એકબીજાની પ્રીતિને સ્થિર કરવા માટે રત્નાવતી નામે પિતાની બહેન તે ભાનુવેગને આપી.
બાદ તે રનવતી તે રાજાના સમસ્ત અંતઃપુરમાં મુખ્ય થઈ, તેમજ તે રાજાને પણ બહુ પ્રિય થઈ પડી.
બાદ તેણની સાથે વિષયસુખને અનુભવતા તે ભાનુવેગને કેટલાક સમયે એક પુત્રી થઈ. મારા જન્મ