________________
સુરસુંદરી ચરિત્ર
૧૯૫ તે મને બહુ જ પ્રિય છે. નિમેષ માત્ર પણ તેના વિરોગને હું સહન કરી શકતી નથી.
વળી હાલમાં મારા પિતાએ તેને વિદ્યાઓ આપેલી છે. તેને સાધવા માટે તે મકરકેતુ એકાંત સ્થલમાં પવિત્ર ક્ષેત્રમાં ગયેલો છે અને ત્યાં રહીને તે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે વિદ્યાઓને સાધે છે, ત્યાં તેને વિદ્યા સાધતાં હાલમાં બીજે માસ ચાલે છે.
તેના વિયોગને લીધે હું પણ બહુ વ્યાકુલ થઈ ત્યાં રહેવાને ગઈ, જેથી અશક્ત બની ગઈ. તેથી પિતાની આજ્ઞા લઈ તેના દર્શન માટે હું ત્યાંથી નીકળી છું, પરંતુ માર્ગના પરિશ્રમથી હું થાકી ગઈ. જેથી અહીં આ ઉદ્યાનમાં નીચે ઉતરી ક્ષણ માત્ર વિશ્રાંતિ લઈ ફરીથી આકાશ માર્ગે ચાલવા માટે વિદ્યાનું મેં સ્મરણ કર્યું પરંતુ નવીન અભ્યાસને લીધે તે વિદ્યાનું એક પદ હું ભૂલી ગઈ છું. તેને બહુ સંભારું છું, પણ તે સાંભરતું નથી.
હવે હું આકાશમાં કેવી રીતે ઉડી શકું? માત્ર આ મારા દુષ્કતને જ ઉદય છે. અન્યથા આવી આપત્તિમાં હું આવી પડું નહીં. શાસ્ત્રમાં કહ્યું છે.
“એક માસની અંદર ચંદ્રની પૂર્ણતા માત્ર એક જ દિવસ હોય છે, બાકી ઘણા દિવસ ક્ષીણતા ભગવે છે,
અહો ! દેવતાઓને પણ સુખ કરતાં દુઃખ અધિક ભોગવવું પડે છે, પછી તે મનુષ્યની તે વાત જ કરવી ?”