________________
૧૯૪
યા વાતાવ્યા છે.
આવી
સુરસુંદરી ચરિત્ર તે વિદ્યાધરની કન્યા પિતાના હૃદયમાં કંઈક મંત્રને જાપ કરી આકાશમાં ઉડવા માટે ભુજાઓ ઉંચી કરીને ઉછળવા લાગી, પરંતુ તે ઉડી શકી નહી અને પૃથ્વી ઉપર પડી ગઈ
એ પ્રમાણે તેની ચેષ્ટા જોઈ મને બહુ આશ્ચર્ય થયું. અને તરત જ હું તેણીની પાસે ગઈ. પછી મેં કહ્યું
હે સુંદરી! તું કોણ છે? અને આ શું કરે છે? તેણીએ કહ્યું,
હે ભદ્રે ! મારૂં વૃત્તાંત તું સાંભળ.
વિતાઢય પર્વતમાં દક્ષિણ શ્રેણી છે. તેની અંદર રત્નસંચય નામે ઉત્તમ નગર છે. તેમાં વિદ્યાધરોને ચકવર્તી ચિત્રવેગ નામે રાજા છે. વળી
કુંજરાવનામે નગરમાં સુપ્રસિદ્ધ ભાનવેગ નામે રાજા છે. તેને બે સગી બહેને છે. તેઓ તેને બહુ જ પ્રિય છે. એકનું નામ બંધુદત્તા અને બીજીનું નામ રત્નાવતી છે.
- વળી તે બંધુદત્તા હે સુતનુ ! ચિત્રવેગરાજાની સાથે પરણેલી છે. તેની હું કન્યા છું; અને મારું નામ પ્રિયવંદા છે.
તેમજ મારા પિતાને કનકમાલા નામે બીજી પણ એક મુખ્ય રાણું છે, તેને મકરકેતુ નામે એક પુત્ર છે.