________________
સુરસુંદરી ચરિત્ર
૧૯૩ જે કે ગુણવાન હોય તો તેજસ્વી ન હોય અથવા તેજસ્વી હોય તે ભાગ્યવાનું ન હોય; એમ દરેક ગુણેથી સંપન્ન એ ભર્તા મળે તે પણ કન્યાનું પૂર્ણ ભાગ્ય હોય તે જ આ દુનિયામાં તેને મળી શકે છે.
અન્યદા રાજા પિતે રાજસભાની અંદર બેઠા હતા. તેવામાં ત્યાં સુમતિ નામે એક નૈમિત્તિક આવ્યો.
રાજાએ તેને પૂછયું.
હે ભદ્ર ! મારી કન્યાને ભર્તા કોણ થશે ? તે સાંભળી નમિત્તિક લ્યો.
હે નરેદ્ર! વિદ્યાઘરોને ચકવત્તી રાજા આ કન્યાનો ભર્તા થશે અને તેના સમગ્ર અંતઃપુરમાં આ કન્યા ખાસ પટ્ટરાણ થશે, એટલું જ નહીં, પરંતુ પોતાના પતિને બહુ જ પ્રીતિદાયક થશે.
એ પ્રમાણે તેનું વચન સાંભળી મારા પિતા પિતાના હૃદયમાં ઘણે આનંદ પામ્યા અને સુમતિ નૈમિત્તિકને બહુ દ્રવ્ય આપીને પિતાના સ્થાનમાં તેને વિદાય કર્યો. રત્નસંચયનગર
એક દિવસ અનેક પ્રકારની દાસીઓને સાથે લઈ હું પિતાની સખીઓ સહિત નગરની બહાર ઉદ્યાનમાં ગઈ હતી.
ત્યાં વિવિધ પ્રકારની કીડા કરતાં કરતાં મેં એકાંત સ્થાનમાં રહેલી નવયૌવનથી વિભૂષિત એવી એક વિદ્યાધરની કન્યા જોઈ.
ભાગ-૨/૧૩