________________
૧૯૨
સુરસુંદરી ચરિત્ર સમયે મારા પિતાએ પુત્રના જન્મથી પણ અધિક એ મહોત્સવ આખા નગરમાં કરાવ્યો
જન્મકાળને બાર દિવસ થયા ત્યારે આ બાલા રૂપમાં દેવાંગના સમાન છે, એમ વિચાર કરી મારા પિતાએ ઉચિત સમયે સુરસુંદરી એવું મારું નામ પાડ્યું.
અનુક્રમે હું વૃદ્ધિ પામવા લાગી. કુમારભાવને છોડીને યુવાન અવસ્થામાં હું લગભગ આવી પહોંચી.
યુવતિજનને લાયક એવી કલાઓને અભ્યાસ મેં શરૂ કર્યો. અનુક્રમે તે કલાઓમાં મેં નિપૂણતા મેળવી.
તેમજ વૃત્ત, નાટય, ગીત, પત્રચ્છેદ્ય, હસ્તકાંડ, વીણાસ્વર, લક્ષણ, વ્યંજન, વ્યાકરણ અને ન્યાયશાસ્ત્રમાં હું વિચક્ષણ થઈ,
બુદ્ધિમાં બૃહસ્પતિ સમાન હું ગણાવા લાગી.
કલેકની અંદરનું એક પદ પ્રાપ્ત થાય તે તે ઉપરથી હું બાકીનાં સર્વપદ પૂરણ કરી શકું, એટલી મારી શક્તિ સ્ફરવા લાગી. 1 મારાં માતા પિતા તેમજ મારો પરિજન મને જોઈ બહુ આનંદ પામવા લાગ્યાં. હું પણ નવીન યૌવન અવસ્થામાં આવી પહોંચી. તાત ચિતા
( નવીન યૌવનને શોભાવતી એવી મને જોઈ મારા પિતા બહુ ચિંતા કરવા લાગ્યા. મારી પુત્રીને ઉચિત ભર્તા કેણુ થશે?