________________
૧૮૬
સુરસુંદરી ચરિત્ર
પિતાના પિતાને તે અત્યંત પ્રિય છે.
એમ કેટલાક તારા ગુણાનુવાદ અમારાં સાંભળવામાં આવેલા છે.
હે વત્સ ! હવે તું શોક કરીશ નહીં. આ પણ તારા પિતાનું જ ઘર છે.
| માટે શાંત ચિત્તે પિતાના ઘરની માફક જાણું પિતાની ઈચ્છા પ્રમાણે તું અહીંયાં આનંદ કર.
નાના પ્રકારની કીડાંઓ વડે દિવસે સુખેથી નિર્ગમન કર.
અહીં કઈ પ્રકારની તારે ચિંતા કરવી નહીં.
એમ અનેક પ્રકારનાં મધુર વચને વડે તેને આશ્વાસન આપ્યા બાદ, પિતાના ઓઢવાના વસ્ત્ર વડે અશ્રુજલથી ભીંજાઈ ગયેલા ગંડસ્થલવાળા તેણના મુખને લુછી નાખીને, જલવડે શુદ્ધ કરાવીને, પશ્ચાત્ કમલાવતી તેને પોતાના મહેલમાં લઈ ગઈ. ત્યાં પણ તે બાલા બહુ શકાતુર થઈ ઉદ્વિગ્નની માફક રહ્યા કરે છે.
ક્ષણમાં મોટા નિઃશ્વાસ મૂકે છે. ક્ષણમાં અશ્રુજલ વહેવરાવે છે. ક્ષણમાં મૂછિત થાય છે. ક્ષણમાં પિતાના આત્માને છુપાવી દે છે. ક્ષણમાં વિલાપ કરે છે. - ક્ષણમાં હાસ્ય કરે છે.