________________
સુરસુંદરી ચરિત્ર
૧૮૫ છે તાત ! સુરસુંદરી નામે તેણની હું પુત્રી છું.
પૂર્વનાં દુર્વિહિત એવાં કર્મોના વિપાકને લીધે કેઈક પિશાચરૂપ દુષ્ટ બૈરીએ મારૂં હરણ કર્યું.
એટલું કહ્યું કે તરત જ બહુ શોકથી ઉત્પન્ન થયેલા સંતાપવડે તેણીનું હૃદય બળવા લાગ્યું અને સ્થૂલ અશ્રુને ધારણ કરતી તે બાલા અત્યંત રૂદન કરવા લાગી.
એટલામાં રાજાના અર્ધાસને બેઠેલી કમલાવતી દેવીએ તે રુદન કરતી બાલાને પિતાના ખેાળામાં લઈ લીધી અને તેણુએ કહ્યું.
હે વત્સ! રુદન કરીશ નહીં. આ કંઈ દ્વીપાંતર નથી. હે સુતનુ ! આ હસ્તીનાપુર નગર છે; આ અમરકેતુરાજા છે. હું પણ કમલાવતી તેમની સ્ત્રી છું. તારા પિતા મારા સહેદર છે.
હે વત્સ ! તને પણ અમે નામ વડે પ્રથમ સાંભળેલી છે.
વળી હે સુરસુંદરી ! બહુ કાર્યોને લીધે કુશાગનગરમાંથી જે લેકે અહીં આવતા હતા, તે સર્વે તારા ગુણસમુદાયને મારી આગળ કહેતા હતા.
સુરસુંદરીનું રૂપ બહુ અદભુત છે તેમજ તે દયા અને દક્ષિણ્યાદિ ગુણેનું એક સ્થાન છે.
વળી સર્વ કલાઓમાં તે બહુ પ્રવીણ છે.